Last modified on 29 जनवरी 2015, at 21:25

સમદર / બાલમુકુન્દ મણિશંકર દવે

સમદર સભર સભર લહરાય !
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય !

કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય !

કોઈ બુંદે પોઢિયું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય !

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય !