भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આભડછેટ નિંદા અંગ / અખો ભગત
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:37, 19 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= અખો ભગત |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <p...' के साथ नया पन्ना बनाया)
આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;
બારે માસ ભોગવે એ બે, સૌને ઘેર આવી ગઇ રહે;
અખા હરિ જાણે જડ જાય, નૈં તો મનસા વાચા પેશીરે કાય.
ઇશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર;
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્નમાંની રાખ;
સોનામખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય.
પોતાનાં પડખાં નવ જુવે, હાડ ચામડા મુરખ ધુવે;
શુદ્ધ કેમ થાય જો ચામડું, મોટું માંહે એ વાંકડું;
હરી જાણ્યા વિના ભૂલા ભમે, અખા પાર ન પામે ક્યમે.