भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
તને અધિક શેં ન ચાહું / હરિશ્ચંદ્ર ભટ્ટ
Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:14, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)
તને અધિક શેં ન ચાહું, અવ દૂર છોને રહ્યાં.
અરાગ તુજથી થયો, તુજથી ઝેર આંખો તણાં
ગયાં, નયન વિશ્વનું નિગૂઢ તુંથી શોધી શક્યાં.
પીધો કરુણ જીવને, જીવન-મૃત્યુનાં દ્વંદ્વનાં
રસાયન પીધાં, હવે નહિ મને કશા ઑરતા.
વ્યથા પ્રણયની સહી, પ્રણયમાં ધૃતિ યે લીધી
અને ઉભયના ઉરે પ્રણય મૂક માણી લીધો.
જવાબ નહિ માગવો, નયનમાં જ વાંચી લીધો.
જૂઠી નયનની લિપિ કદી ય કોઈ ક્હેશો નહિ-
અશબ્દ શિશુ માતૃસ્નેહ નયને જ વાંચી લિયે,
તથા ચ પ્રણયી અને સ્વજન સ્નેહીઓ યે સુણે
કથા હ્રદયની બધી નયન વૈખરીમાં, શુભે !
સુદૂર રહી પીયૂષો પ્રણયનાં તું વર્ષાવજે
અને જીવનમાં સદા ય શુચિ ભાવથી પ્રેરજે.