भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
તડકો / પિનાકિન ઠાકોર
Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:42, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)
આ ઠરી ગયો શું તડકો !
નરમ નરમ પણ નથી ગરમ એ,
જરા જુઓને ! આંગળીએથી અડકો ! –આ0
અંદર રંગીન ફૂલો વાળું,
પીળે કાચ મઢેલ સૂંવાળું,
પેપર વેઈટ રચેલ રુપાળું,
કોના ટેબલ ઉપર દાબ્યા
કાગળીઆ શા ખડકો ?
હરિયાળી આ નીલ રકાબી,
ઉપર મેલી કેક ગુલાબી,
આસમાન ઝૂકે શું રુંવાબી.
મિજબાનીને મેજ આવીને
ચાખી જુઓને કડકો ! –આ0