भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ગોખના દીવાએ જાગે મેડિયું / હરિશ્ચન્દ્ર જોશી
Kavita Kosh से
ગોખના દીવાએ જાગે મેડિયું
ખુલ્લાં રુદિયાકમાડ
ભીતરની ઝળકે ઝલમલ કેડિયું...
વાયરો અડે ને ભીનું ફરફરું
વહેતી થાય રે સુગંધ
પાંખડી ખૂલે ને તૂટે બેડિયું...
વહાણ રે ભરીને અચરજ ઠાલવ્યાં
ખોબા જેવડોક જીવ
ચપટીમાં દળદર સઘળું ફેડિયું...
આવતાં અવાયું અડધે મારગે
ભૂલું ભૂલું ફરે મન
પાંપણે ઝુલાવી હેતે તેડિયું...
વાટને સંકોરી સાંયા, ખંતથી
દીધી હેમની સવાર
શ્વાસ રે પૂરીને જીવતર છેડિયું...