પરપોટો માગે / લલિત ત્રિવેદી

પરપોટો માગે સમતુલા,
કર કંપિત પગ નીચે ચૂલા !

હરણિયો પારો અખશર,
હાથ દોત વતયણા લૂલા !

કોણ અલી છે કોણ છે અલા ?
કોણ દુલ્હન ને કોણ છે દુલા?

ઊંડા કાગળ ફાટી દોત:
કુશળ પૂછતા’તા અસદુલા !

જીભલડીની ડાળે ઝૂલે,
ગુલાલના રસમાં મશગુલા !

પરપોટા સરખો રે કાગળ,
નખમાં ઊગ્યાં છે રે શૂળા !

બત્રીસ પૂતળીના ઉપવનમાં,
લલિત પડી ગયા છે ભૂલા !

કરતાં કરતાં જાળ લલિત,
જાળ ઉપરઝૂલે છે ઝૂલા !

इस पृष्ठ को बेहतर बनाने में मदद करें!

Keep track of this page and all changes to it.