હું ને મીરાં / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં,
ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં'તાં :
  એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં'તાં,
હાથમાં લાકડીઓ હતી,
પગમાં ચાખડીઓ હતી :
મંદિરની ઓસરીમાં રાત અમે રયાં'તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં'તાં.
કાળા કાળા કૃષ્ણ હતા,
ગોરી ગોરી ગોપીઓ,
બોરિયાળી બંડી ને
માથે કાન-ટોપીઓ :
રાસની રંગતમાં અમે કાન ગોપી થ્યાં'તા,
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં'તાં.
ભજનોની ધૂન હતી
હું મોહ્યો'તો ગીતમાં
મીરાં તો જોતી હતી
માધવને ભીંતમાં :
પથરા પણ મીરાંને સાદ પાડી રયાં'તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં'તાં.

इस पृष्ठ को बेहतर बनाने में मदद करें!

Keep track of this page and all changes to it.