Last modified on 28 दिसम्बर 2014, at 12:25

આજ મને એમ કેમ લાગે / ભરત ત્રિવેદી

બારીમાંથી જોઉં છું કે
એક આધેડ આદમી એક
સીસમ જેવા ચમકતા કાળા
ગલૂડિયાને લઈને જઈ રહ્યો છે
ચાલી તો તે રહ્યો છે
ગલૂડિયું તો આગળ આગળ
ચાર પગે ઊછળી રહ્યું છે
અને પેલો આધેડ આદમી આગળ વળી ગયો છે
તેના માથા પરની કૅપ પડવાની નથી
તો પણ જાણે ઊડું ઊડું થતી લાગે છે
એ કેવળ મારો ભ્રમ જ હશે
હા, બસ એમ જ પણ
થાય છે કે કવિ હોવા કરતાં
આજે જો હું કોઇ ચિત્રકાર હોત તો
એક અમર ચિત્ર
તમારા ભાગ્યમાં હોત !