Last modified on 28 दिसम्बर 2014, at 12:41

એક ડાયસ્પોરા કવિતા / ભરત ત્રિવેદી

સામે પ્લેટ પર છે
એક મહાકાય પિઝા

આછા અજવાસમાં
અચાનક તે થઈ જાય છે - ગાયબ

સામે છે કાંસાની થાળી
થાળીમાં છે
ગરમાગરમ રોટલો, કાંદો, ચપટીક મીઠું,
ગોળનો ગાંગડો ને પોપટની પાંખની
યાદ અપાવે એવું લીલું મરચું

કોલ્ડડ્રિંકમાં શું જોઇએ શેઠિયા ?
બોલાઈ જવાય છે :
ઠંડી છાસથી છલકાતો ગ્લાસ, ભાઇલા!