Last modified on 27 अप्रैल 2015, at 09:38

કવિ / નિરંજન ભગત

લાગ્યું હવે તો મૃત, લૈ સ્મશાને
ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો
ને આગ મેલી, સહસા જ જાગ્યો
વંટોળિયો, ડાઘુ થયા અલોપ,
બેઠો થઇ એ, ક્ષણમાં જ, માનવી
પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.