Last modified on 27 अप्रैल 2015, at 09:37

ક્ષણ હસવું, ક્ષણ રડવું / નિરંજન ભગત

ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?

સ્વર્ગ મહીં નહીં, અહીં સુખદુઃખે
જનમ જનમ રે જીવું ;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું!

સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની મ્હાંય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું!