भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

થોડાંક પ્રશ્નો / જિગર જોષી

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:17, 6 जनवरी 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જિગર જોષી |अनुवादक= |संग्रह= }} {{KKCatGujara...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ

એવું કેમ ? પાણીના ભારથી આ વાદળાઓ કોઇ દિવસ થાય નહીં ભફ?
આખો દિ’ પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ ?
પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ?

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ

ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા ? શું પંખીએ કરી હશે કીટ્ટા?
રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી-કદી તાણવાને લીટા
પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રુમાલ?

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?