भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

રોજ રોજ જાત થોડી ખોલીએ? / જિગર જોષી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

રોજ રોજ જાત થોડી ખોલીએ?
છેલ્લેરાં શ્વાસ સુધી પડઘાતું જાય સતત બોલીએ તો એવું કંઇ બોલીએ.

રેષો ઉકેલિયો તો રેષાઓ જન્મ્યાં ને જન્મ્યાં કંઇ ગાંઠ તણાં ગામ
આમ ગામ આખું’યે રેષાથી બાંધેલું ઝીણવટિયું જાણે કોઇ કામ
જાણતલ ભેરું એક લાગ્યો છે હાથ કીધું આમ નહીં આમ કરી ખોલીએ...

અંધારું થાય તયેં દીવો મૂંઝાય નહીં ; દીવો તો પરકમ્મા આખરી
દીધો છે રોગ એક હાથે આ બીજાને કરશે એ એની રીતે ચાકરી
પરખંદુ જીવ છે તો પારખશે મેળે, વળી ! ઘડી ઘડી એને શું બોલીએ?