Last modified on 27 दिसम्बर 2014, at 09:57

જ્યારથી / અનિલ ચાવડા

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 09:57, 27 दिसम्बर 2014 का अवतरण (Lalit Kumar moved page જ્યારથી / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to જ્યારથી / અનિલ ચાવડા)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.