Last modified on 23 जनवरी 2015, at 13:00

જાણી બૂઝીને / હરીન્દ્ર જયંતીલાલ દવે

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 13:00, 23 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=હરીન્દ્ર જયંતીલાલ દવે |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

જાણી બૂઝીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે !

આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખે છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થકી ઈંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે,કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે !