Last modified on 26 दिसम्बर 2014, at 16:05

પપ્પા / યામિની વ્યાસ

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:05, 26 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=યામિની વ્યાસ |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા‘તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા‘તા,
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું એ પાછો ફરશે પપ્પા?
એક સવાલ...

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી‘તી,
હાથમાં ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઊઠતી‘તી!
ખોટ્ટેખોટ્ટું ઘર–ઘર રમતી એ ઘર– ઘર ખોટ્ટું મળશે પપ્પા ?
એક સવાલ...

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો‘તો
આંગળી પકડી સ્કૂલે જાતા, રસ્તો આખો મલકાતો‘તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા!