Last modified on 1 जनवरी 2015, at 19:58

વર્ષા / પ્રહલાદ જેઠાલાલ પારેખ

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 19:58, 1 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

વર્ષાની ધારાના કોણે આકાશથી
અવનિને ઉર આ તાર સાંધિયા ?
અંગુલિ વીજની કોણે આ ફેરવી,
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ? -વર્ષા0

ગીતે એ થનથન નાચે છે મોરલા,
ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાંઓ નાચતાં,
પર્વતના બંધ સૌ તૂટી ગયા. -વર્ષા0


ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. -વર્ષા0

ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં.-વર્ષા0