Last modified on 9 अगस्त 2015, at 10:13

વાર્તા-ગઝલ / ઉદયન ઠક્કર

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:13, 9 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ઉદયન ઠક્કર |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે,
રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે.

દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ,
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે.

એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા,
'ના, હું તો ગાઈશ,' બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે.

લીલીછમ વાડીએ જઈને મેં પૂછ્યું, 'કુમળો એક... અંતરાત્મા રાખું કે?',
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, 'રાખને દસ-બાર...' જેવી વાત છે.

વાતેવાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે?,
કોણ છે તું? ઓળખી લે જાતને, નહિ તો કૂદકો માર, જેવી વાત છે.

જો ગધેડો ચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે,
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે.