Last modified on 6 जनवरी 2016, at 14:33

પ્રાતશ્ચરામિ / દક્ષા વ્યાસ

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:33, 6 जनवरी 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=દક્ષા વ્યાસ |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

ચાલવા નીકળું છું
સવારે સવારે
વૃક્ષોને જરા મળી લઉં
સહેજ અડી લઉં
સૂરજનાં અબોટ કિરણોને
પ્રાણમાં ભરી લઉં
લગરીક ઠંડી – મીઠી હવા.
ચરણ ચાલે છે –

અચાનક
ગુલમહોરની ડાળે હીંચકા લેતી નજર
વળગી પડે છે
ચીંથરેહાલ બાળકના મુખમાં
ચવાતી ડાળખીને.
શેકાય છે
તાવડીમાં ટીપેલા રુક્ષ રોટલા ભેગી.

હવાની લહેર સાથે ગાતા હૈયાને
ઘેરી વળે છે

ફૂટપાથ પર પડેલા ભિખારીની કણસ.
સૂરજસળીઓ વીણતું મન
ઠરી જાય છે
ઝીંથરી – પીંથરી કન્યાના
કાગળ વીણતા હેમાળા હાથમાં.

વૃક્ષોની કર્કશ ડાળીઓથી છીણાતો
મારી આગળ આગળ અડબડિયાં ખાતો
સોનેરી સૂરજ
ઓઝપાઈ જાય છે
ગગનચુંબી અપારદર્શક
ઈમારતોની આડશે.