પર્વતથી નીકળી સાગરને મળે છે,
લગન એક મંઝિલની મારગ કરે છે.
સમંદરની ખારાશ, આંધી સહીને,
લગન છીપલાંની જો મોતી બને છે!
સહીને શિયાળો જો પર્ણો ખરે છે
વસંતોના પગરણ બગીચે પડે છે.
ન મારગ, ન સેતુ ન સૈન્યો શીખેલા,
લગન એક સીતાની રાવણ હણે છે.
ન સાધન, નહીં સાધ્ય, હેતુને જાણો,
લગન એક દિલની વિજયને વરે છે.