Last modified on 25 अप्रैल 2016, at 16:54

જનઆક્રોશ / ધ્રુવ જોશી

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:54, 25 अप्रैल 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ધ્રુવ જોશી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

એક આર્યનારીના અપમાને
થયું મહાભારત...
પાંચ હજાર વર્ષ પહેલાં!
આજે ઠેર ઠેર,
દામિની પિંખાય છે...
ભીષ્મપિતા તો ચૂપ જ હોય ને!
પણ ભીમાર્જુન શેં શાંત છે?
આતંકનું ઉદ્‍ગમસ્થાન જાણે,
હતું ખાંડવવન તે ઈન્દ્રપ્રસ્થ આજે,
કરી યજ્ઞને યાગ રાજધાની બનાવી
નિરાધાર દિસે એ પાંડવ વિનાની!!
ધર્મરાજ સમ ધર્મી ખૂબ ફરતા...
"નરો વા કુંજરો વા'ને જપતા,
નેતા, સેવક, સંત સ્વરૂપે
લૂંટે લાજ લજ્જા નવ પામે.
જરૂર આવશે, ઈશ્વર અહીંયાં,
ધર્મની સંસ્થાપના કરવા,
જરૂર સૂણશે, એ સાદ તમારો
અગર તમે કાયર નવ બનશો.
નિશ્ચે આશ્વસ્ત થવાય છે જોઈ,
સૂર્ય ડૂબતો પશ્ચિમ ક્ષિતિજે,
ભલે ડૂબતો આજે, કિંતુ
કાલે પ્રગટશે પૂર્વાકાશે.