Last modified on 21 जुलाई 2016, at 02:52

વાસંતી લહેરખી / ભારતી રાણે

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 02:52, 21 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= |अनुवादक= |संग्रह= }} {{KKCatGujaratiRachna}} <poem> આં...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

આંગળીને ટેરવે ઊગ્યાં કૈં ફૂલ,
તને અડવાની કીધી મેં ભૂલ !

ઊર્મિના કેસૂડા ખીલ્યા વગડામાં
અને કૂંપળના કાન થયા સરવા;
વાયરો વસંતનાં લાવ્યો વધામણાં ને
પાંદડે ફૂટ્યાં છે લાખ સમણાં;
સમણાંને કાનમાં કહું છું, આંખોમાં હવે
ફાગણિયો રંગ ઓઢી ઝૂલી
આંગળીને ટેરવે ઊગ્યાં કૈં ફૂલ !

ભીની હથેળીમાં મહોરી ગઈ મોસમ ને
આંખે અંજાઈ ફૂલક્યારી,
નેહ તારો ઝાકળની ઝીણેરી ભાત,
ઝાારો ચહેરો ઉજાસની ઝારી.
મહેંદી રચેલી આ ડાળીને વાગ્યાં છે
મધમીઠા ટહુકાનાં શૂલ,
આંગળીને ટેરવે ઊગ્યાં કૈં ફૂલ !