1,155 bytes added,
07:50, 13 फ़रवरी 2015 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार=નટવર કુબેરદાસ પંડ્યા
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
બાઈ રે! જરીક જ જો વધુ વેઠે!
આ રહ્યું એનું મકાન ઢૂંકડું,
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે...બાઈ રે!
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું,
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું ?
કહ્યું કરે ના પાય તોય જા
કાય ઘસડતી પેટે...બાઈ રે!
એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુછાંયે
રાહ નિહાળત બેઠો :
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહિ ભેટે? બાઈ રે !
</poem>