भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

જરીક જ વધુ / નટવર કુબેરદાસ પંડ્યા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

બાઈ રે! જરીક જ જો વધુ વેઠે!
આ રહ્યું એનું મકાન ઢૂંકડું,
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે...બાઈ રે!

થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું,
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું ?
કહ્યું કરે ના પાય તોય જા
કાય ઘસડતી પેટે...બાઈ રે!

એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુછાંયે
રાહ નિહાળત બેઠો :
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહિ ભેટે? બાઈ રે !