भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

જેમ ડાળી પર / અનિલ ચાવડા

Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 09:57, 27 दिसम्बर 2014 का अवतरण (Lalit Kumar moved page જેમ ડાળી પર / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to જેમ ડાળી પર / અનિલ ચાવડા)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઉગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે.
હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કૈં થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઉગે?
છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઉગે.
ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઉગે.
‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઉગે.