Last modified on 27 दिसम्बर 2014, at 09:58

કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 09:58, 27 दिसम्बर 2014 का अवतरण (Lalit Kumar moved page કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ to કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.