Last modified on 28 दिसम्बर 2014, at 21:17

હાલરડું / ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્તિ’

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 21:17, 28 दिसम्बर 2014 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ન્હાનાલાલ દલપતરામ કવિ ‘પ્રેમભક્...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ;
પ્રાણના પ્રકાશ છે પ્રફુ્લ્લ જો:
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

આશાનો જડેલ મ્હારો માંડવો રે લોલ;
ગૂંથી સૌભાગ્ય કેરી વેલ જો:
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

આવો પીયૂષ પાઉં ઉરનાં રે લોલ;
નેત્ર માંહી આંજું રૂડાં તેજ જો:
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

પ્રેમનું ઘડાવું રૂડું પારણું રે લોલ;
શોભાના બંધાવું હું હિંડોળ જો:
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

પ્રભુની કરુણાકલા શાં આવજો રે લોલ;
હસજો કંઈ બાલ! ઊંડાં હાસ જો:
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.