भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
અબોલડા / પ્રહલાદ જેઠાલાલ પારેખ
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 19:53, 1 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)
ઉરે હતી વાત હજાર કે'વા,
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાસ શાં હાસ્ય મુખે ન આવિયાં.
નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, - ન પાય ઊપડ્યા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠ્યાં ગીત; બધાં શમાવ્યાં.
મળી મળી નેન વળી જતાં ફરી
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂંગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની:
એવો અબોલા-દિન છે સ્મૃતિમાં,
- જે દી ચડ્યાં અંતર પૂર નેહનાં?