भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આપણે ભરોસે / પ્રહલાદ જેઠાલાલ પારેખ
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 19:55, 1 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)
આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગઈને કહે,
'તારે ભરોસે, રામ !'
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, - હો ભેરુo
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી.
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, -હો ભેરુo
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર :
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, -હો ભેરુo