भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

હતે તું સંગાથે! / પ્રહલાદ જેઠાલાલ પારેખ

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 19:58, 1 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પ્રહલાદ જેઠાલાલ પારેખ |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

કદી સંધ્યાટાણે,
કદી વા કો વા'ણે,
થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી :
હતે તું સંગાથે !

સ્ફુરે કોઈ જ્યારે
ઉરે ગીતો મારે,
થતું હા ! તે વારે મુજ મન મહીં એમ સહસા :
હતે તું સંગાથે !

નિહાળી કૈં ભવ્ય,
નિહાળી વા રમ્ય,
સ્ફુરે મારે પ્રાણે ચકિત : મુજ આનંદ મહીં જો
હતે તું સંગાથે !

વસંતે હૈયાના,
શિયાળે વા ત્યાંના,
ઊઠે જાગી ઈચ્છા પ્રબળ, મધુરી એક, ઉરમાં :
હતે તું સંગાથે !