Last modified on 17 मई 2015, at 16:08

અતિથિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:08, 17 मई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

એક અતિથિને આંગણે દીઠો.
ભિક્ષાનું પાત્ર ન્હોતું એના હાથમાં,
ચીપિયો કે ન્હોતો વેષ,
પહેર્યું હતું એ તો દેખાતું યે નહોતું,
નહોતા લટુરિયા કેશ;
માત્ર અવાજ એનો હતો મીઠો,
એક અતિથિ આંગણે દીઠો.

એનું જ આપેલું આપવું'તું એને,
માગવું'તું એને અન્ય;
નિર્ધન માનવીની એણે માંડી'તી
આજ કસોટી અનન્ય;
સાંજ પડી તોય એ નવ ઊઠ્યો,
એક અતિથિને આંગણે દીઠો.

એની સવારને સાંજ ન્હોતી,
તેમ સાંજને ન્હોતી સવાર,
નીંદરને મીઠે સોણલે ઓળખ્યો
આતમનો અણસાર;
અણદીઠો, અણમોલ અનૂઠો
એક અતિથિને આંગણે દીઠો.