भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

અશબ્દ શબ્દાવલિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:08, 17 मई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી |अनुवादक= |...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

હોઠમાં હજાર વાત,
એથીયે અનેક લાખ વાત નેનમાં;
કૈંક દર્દ, રોષ, શોક, હાસ્ય ને ઉમંગનાં
પળે પળે ફરે છે ચિત્ર રંગભૂમિ ઢંગનાં.

નેત્ર છે જ નાટ્યચોક,
ત્યાં લખ્યું છ થોક થોક.
પાંપણો જરાક ઊંચકાય ત્યાં અપાર દૃશ્ય
આવીને સમાઈ જાય નેનના ઉછંગમાં.
એ હસે છ ત્યાં કળી ખીલે છ કૈંક દિલની,
એ ઢળે છ ત્યાં ઊડે છ ખાખ કૈંક બળેલની :
રહી અશબ્દ, શબ્દ સર્જતી નવીન રંગના.

હોઠને હલાવશો નહિ વધુ હલે !
આંખથી જ કહેવું હોય તે કહો ભલે.