Last modified on 3 जुलाई 2015, at 14:39

જટાયુ - ૧ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:39, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા |अनुवाद...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક
વચ્ચે સદસદ્‌જ્યોત વિહોણું વન પથરાયું રંક.

ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર, વનવાસી ખાંખાંખોળ.

શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં

વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.

દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ.

જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક :
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક.