भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
જટાયુ - ૬ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:42, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા |अनुवाद...' के साथ नया पृष्ठ बनाया)
નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણ નગરી લંક
બેય સામટાં આવ્યાં, જોતો રહ્યો જટાયુ રંક.
પળ તો એણે કહ્યું કે જે-તે થયું છે કેવળ બ્હાર
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટ્યો બેય નગરનો ભાર.
નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક
જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક.
દહમુહ-ભુવન-ભયંકર, ત્રિભુવન-સુંદર-સીતારામ
- નિર્બળ ગીધને લાધ્યું એનું અશક્ય જેવું કામ.
ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી,
ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા સ્વાંગને સજી
રાવણ આવ્યો, સીત ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
હા હા ! હા હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત.