भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
જટાયુ - ૫ / સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 14:42, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા |अनुवाद...' के साथ नया पृष्ठ बनाया)
એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી,
કેવળ ગજ કેસરી શબનાં ભોજન જમનારો, સુખી.
વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો’ તો
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો’ તો.
તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ.
એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર
વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર.
ત્યાં ઠેક્યાં ચારે કોરે તુલસી તગર તમાલ ને તાલ
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ.
અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા
કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા.