भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક / નટવર ગાંધી
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:00, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નટવર ગાંધી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)
(પૃથ્વી)
પીછાણ ઘણી આછી, જાણ નહીં તો ય આવી ચડ્યો,
અકિંચન હું આમ તેમ અથડાઈ આવી પડ્યો,
ઉદાર હૃદયે સ્વીકાર મુજનો કર્યો, ને વળી
કર્યું, ભરણ, પૂર્ણ પોષણ કર્યું, દીધું શિક્ષણ,
અહીં દ્વિજ થયો, અને જીવન પાઠ ઝાઝા ભણ્યો,
ઉઘાડી સહુ બારણાં, દઈ બતાડી સીડી કહ્યું
સીમા ગગનની, ન બંધન કશાં, સહારો ઘણો,
મળ્યું જીવન નવ્ય, કેવી ચરિતાર્થ થૈ જિંદગી !
ગમે ધનિક દેશ આ, પણ વિશેષ આકર્ષણ
ઇમર્સન પ્રબુદ્ધ, લિંકન વિમુક્તિદાતા તણું,
થરોનું, વ્હીટમેન, ટ્વૈન, કવિ એમીલીનું મને;
ભલે ઉર વસે સદા જનમભોમ મા ભારતી,
પરંતુ મન, કર્મ, ધ્યાન, દ્રઢ આત્મના નિશ્ચયે,
કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક અમેરિકાની સદા.