भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
ચાલ પાણી બતાવ, પડછાયા / ગૌરાંગ ઠાકર
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 10:42, 14 अगस्त 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=ગૌરાંગ ઠાકર |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)
ચાલ પાણી બતાવ, પડછાયા,
જાત મારી તરાવ, પડછાયા.
કોઇ વેળા તો મારો પડછાયો,
ઝાડ જેવો બનાવ, પડછાયા.
મેં બધું વેચવા જ કાઢ્યું છે,
તારો બોલી દે ભાવ,પડછાયા.
આ તો તારા પ્રભાવની હદ થઇ,
મેં ગુમાવ્યો સ્વભાવ, પડછાયા.
રોજ સાંજે તું બેવફાઇ કરે,
તો ય તારો લગાવ, પડછાયા?
આ તને સૂરજે બનાવ્યો છે,
તારી ઓળખ બનાવ, પડછાયા.
મારી સાથે હું ગુફતગુમાં છું,
આવ સાંભળવા આવ, પડછાયા.