Last modified on 7 सितम्बर 2015, at 16:36

પરથમ પહેલાં / લલિત ત્રિવેદી

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:36, 7 सितम्बर 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=લલિત ત્રિવેદી |अनुवादक= |संग्रह= }} {...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

શરીરાઈને ગહન કરી લઉં પરથમ પહેલાં !
સબદ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પહેલાં !

કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પહેલાં !
કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પહેલાં !


એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં...
ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પહેલાં !

ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની
સવ્વા વ્હાલથી શુકન કરી લઉં પરથમ પહેલાં !

પછી અખા સોનીની એ ડેલી રણકાવું...
સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પહેલાં !

સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી દઉં,
લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પહેલાં !