Last modified on 5 जुलाई 2016, at 20:18

આ ક્ષણો હાથથી નીકળી જાય છે / પારસ હેમાણી

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:18, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પારસ હેમાણી |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

આ ક્ષણો હાથથી નીકળી જાય છે
હાથમાં કેટલું ચીતરી જાય છે

એટલે તો મજા આવતી હોય છે,
આ ગઝલ જાતને વાંચતી જાય છે

રોજ બેસે બધા ભાર લઈને અહીં,
જીંદગી એટલે હાંફતી જાય છે

જેમને તારી સમજણ મળે છે અહીં,
એમને જીવતા આવડી જાય છે !!

હું તને શું કહું આજ ‘ પારસ ’ બીજું,
વાત મનની ઘણા સાંભળી જાય છે .