भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
દોસ્ત તારો અભાવ આપી દે / રાકેશ હાંસલિયા
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 20:34, 5 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રાકેશ હાંસલિયા |अनुवादक= |संग्रह= }...' के साथ नया पृष्ठ बनाया)
દોસ્ત તારો અભાવ આપી દે,
મૂળસોતો લગાવ આપી દે.
દોસ્તી જેવું સ્હેજ તો લાગે,
તું ય એકાદ ઘાવ આપી દે.
શક્ય છે કે તરસ છિપાય નહીં,
તું ભલેને તળાવ આપી દે.
પાંપણો પર સજાવીને અશ્રુ,
આંખને તું ઉઠાવ આપી દે.
આ જગતનું ભલું પૂછો ‘રાકેશ’,
ફૂલ સાથે તનાવ આપી દે !