પ્રેમથી લીંપેલ ઘરમાં આવી ગયા,
જાણે કે માના ઉદરમાં આવી ગયા!
આટલી બુલંદ કોની આ હાક છે?
કે અપંગો પણ ડગરમાં આવી ગયા!
પથ્થરોને પથ્થરો કે’વાતા નથી,
જ્યારથી આ કાચઘરમાં આવી ગયા.
સૂર્યના ઉજાસને કાળો ચીતરી,
આગિયાઓ પણ ખબરમાં આવી ગયા!
આ ચરણ ચાલે છે પૈડાંની જેમ કાં?
શ્વાસ આ કેવી સફરમાં આવી ગયાં?