Last modified on 21 जुलाई 2016, at 02:30

એક હતી વાર્તા / એષા દાદાવાળા

Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 02:30, 21 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=એષા દાદાવાળા |अनुवादक= |संग्रह= }} {{KK...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

હું મારી બાને પરી કહેતી,
બા પરીઓની વાર્તા કરતી.
હું બંધ આંખે એ વાર્તા વિઝયુલાઇઝ કરતી
અને પરી બા જેવી જ દેખાતી
સફેદ લૂગડું પહેરેલી !
પરીઓ ગમતી
કારણ, બા બહુ ગમતી.
એક દિવસ પરીઓને પૅરેલિસિસ થયો.
બાની જેમ જ...
અને મેં કાતર લઈને પરીઓની પાંખો કાપી નાંખેલી !
એણે હવે ઊડવાનું નહોતું.
કારણ, બા ચાલવાની નહોતી - ક્યારેય પણ !
બાના લકવાગ્રસ્ત હોઠ ખૂલી શક્તા નહીં
એટલે પરીઓનો બહાર નીકળવાનો તો
સવાલ જ નહોતો.
પરીઓ અકળાતી ગૂંગળાતી
બાના વાંકે અમે શું કામ સજા ભોગવીએ ?
પણ
લકવાગ્રસ્ત બા હવે સારી થવાની નહોતી
એટલે
પરીઓ ઊડવાની નહોતી - ક્યારેય પણ !
એક દિવસ.
બા સૂઈ ગઈ - ચિતા પર !
અને મરી પરીઓ ગઈ.
હવે
એને સમજાઈ ગયું છેઃ
ક્યાંય પણ
કોઈ પણ બા વગર એનું અસ્તિત્વ જ નથી !