भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
આભ માફક સાવ ખાલી ને ભરેલો / જાતુષ જોશી
Kavita Kosh से
Lalit Kumar (चर्चा | योगदान) द्वारा परिवर्तित 02:40, 21 जुलाई 2016 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જાતુષ જોશી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)
આભ માફક સાવ ખાલી ને ભરેલો,
એટલે ચારેતરફ હું વિસ્તરેલો.
એક પળનુંયે તમે મોડું કરો ના,
આવશે આગળ હવે એનો જ ડેલો.
મખમલી એ વાદળી વરસી જ સમજો,
લ્યો, ગહેકે મોર મનમાં ચીતરેલો.
આજ કાગળ લાવશે ભીની હવાઓ,
ને પછી જો જામશે એનો જમેલો.
તું મને શોધી શકે તો શોધજે પણ,
હું તરજમાં સૂર થઈને ઑગળેલો.