Last modified on 3 जुलाई 2015, at 15:12

વય વરસ સિત્તેરની બસ? / નટવર ગાંધી

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:12, 3 जुलाई 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નટવર ગાંધી |अनुवादक= |संग्रह= }} {{KKCatGuj...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

(શિખરિણી)

કહો કોણે દીધી વય વરસ સિત્તેરની બસ ?
અને કોણે કીધું બસ પછી જવું છોડી જગ આ ?
નથી મારે જાવું, જીવવું હજી છે કૈંક વરસો !
હજી પાશેરાની પ્રથમ પુણી યે પૂરી થઈ ના.
હજી મારે બાકી ઘણું ઘણું રહ્યું કામ કરવું,
હજી ખુંદી છે ના ધરતી દૂરની, રમ્ય નગરો
હજી જોવા મારે, સરવર રૂડાં, ઊર્ધ્વ શિખરો,
હજી જોવા ચ્હેરા જગતભરના સ્મિત ઝરતા !

હજી મિત્રો સાથે કરવી ઘણી છે ગોષ્ઠી ગમતી,
હજી બાકી હૈયે વસતી રમણી કૈંક ચૂમવી,
હજી મારે બાકી પ્રણય કરવો છે જગતને,
છતાં જુઓ જુઓ શરીર અવળું આ ન સમજે,
વિના પૂછ્યે એ તો વગર શરમે ચાલ્યું ઉપડી,
નથી જાવું તો યે લઈ જતું મને સાથ ઘસડી.