भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

આલીશાન બંગલામાંથી / પારસ હેમાણી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

આલીશાન બંગલામાંથી
પપ્પાની કાર ઑફિસ તરફ ચાલી ગઈ
મમ્મીની કાર કલબ તરફ જવા નીકળી
હવે હાશ થઈ હોય એમ
બધો સ્ટાફ આડો અવળો થઈ ગયો,
આયા મોબાઈલમાં વ્યસ્ત થઈ
બાળ
રમકડું રમવાનું પડતું મૂકી સૂઈ ગયું
ભૂખ્યું અને ભીનું...!!