भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ખબરદાર ! મનસૂબાજી… / ધીરા પ્રતાપ બારોટ

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ખબરદાર ! મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે
હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે
ખબરદાર ! મનસૂબાજી…

એક ઉમરાવને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ
એક ધણીને એક ધણિયાણી એમ, વિગતે સાત ને વીશ
સો સરદારે ગઢ ઘેર્યો રે, તેને જીતી પાર પડવું છે
ખબરદાર ! મનસૂબાજી…

પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે, ને વળી કામ ને ક્રોધ
લોભ, મોહ ને માયા, મમતા એવા, જુલમી જોરાવર જોધ
અતિ બલિષ્ઠ સવારી રે, એ સાથે આખડવું છે
ખબરદાર ! મનસૂબાજી…

પ્રેમપલાણ ધરી જ્ઞાનઘોડે ચડી, સદ્ ગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડ્ગ ધરી, ભજન ભડાકે રામ
ધર્મઢાલ ઝાલી રે, નિર્ભે નિશાને ચઢવું છે
ખબરદાર ! મનસૂબાજી…

સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુષુમણા ગંગાસ્નાન કીજે
મન પવનથી ગગનમંડળ ચઢી, ’ધીરા’ સુરારસ પીજે
રાજ ઘણું રીઝે રે; ભજન વડે ભડવું છે
ખબરદાર ! મનસૂબાજી…