भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ગાંધીજી-રાજઘાટે / નટવર ગાંધી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

(પૃથ્વી)

મહાન ગણતંત્રની રમણી રાજધાની મહીં,
અનેક અધિરાજ્યના સ્તૂપ, મિનાર, સ્તંભો વિષે,
ન કાંચન, ન તામ્રપત્ર, પણ માત્ર પાષાણમાં,
અહીં, અમર લોક ઉર, ઇતિહાસ પૃષ્ઠે તમે.
શિખામણ તમારી જોઉં ચીર કોતરી પથ્થરે :
પડે ખબર ના કદી કરવું શું અને કેમ જો,
વિચાર કરવો તદા દલિત દુઃખિયા લોકનો,
થશે સકળ સ્પષ્ટ શું કરવું, કેમ, કેવી રીતે !

સલામ સરકારને ! અમલદાર ઊંચા અહીં,
પ્રધાન, અધિકારી, સંસદ સદસ્ય, સાહેબ સૌ,
મહેલ મજલે કરે મસલતો બડી ફાંકડી,
ઠરાવ કરી ઠાવકા ગરીબને દિયે સાંત્વના,
સદાય સચિવાલયે લટકતી તમારી છબી,
કદીક નીરખે, તમારું શુભ નામ લેતા ફરે!