भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ના હવે કંઈ આપતા / ધ્રુવ જોશી

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

ચાલતો હું ધ્યેય ધારી સુખ સૌનું ચાહતો,
તોય શાને ફૂલ ઢાંકી કંટકો બિછાવતા?

રાતના વિરાનમાં જ્યાં સ્હેજ આંખો ખોલતો,
કેટલા દિસે ફરેબી પ્રેમ બૂરખો પ્હેરતા!

દુઃખનો પ્રવાહ હું બંધ બાંધી રોકતો,
કારવાંમાં કોક બંદા લાગ જોઈ તોડતા!

તાપ લાગે મારગે પણ છાંયડો ના શોધતો,
એક એની ઓઢણી છે જે તમે ના ફાડતા!

ખાલી આવ્યો "ધ્રુવ' કિંતુ ખૂબ લઈને ચાલતો,
પ્રેમ લઈને આજ પોઢયો ના હવે કંઈ આપતા.