भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

પ્રિયજનની પગલીઓ / જયન્ત પાઠક

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

પ્રિયજનની પગલીઓ
જાણે વનફૂલની ઢગલીઓ !

એનાં દરશનથી દિલ અવનવ
ધરે રંગ ને રૂપ;
એના સ્મરણપરાગે લોટે
મનનો મુગ્ધ મધુપ;
મ્હેકે અંતરગલીઓ.- પ્રિય0

પલપલ કાલ પ્રતિ વહી જાતી
જીવન જમના ઘાટે;
વિરહાકુલ અંતરની સૂની
વૃંદાવનની વાટે;
જાણે મોહન મળીઓ ! -પ્રિય0