भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
સવાર લઈને / અનિલ ચાવડા
Kavita Kosh से
(સવાર લઈને / અનિલ ચાવડા ‘પ્રેમભક્તિ’ से पुनर्निर्देशित)
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.
તું નિકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.
આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કતાર લઈને.
જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.
હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.